• બુધવાર, 01 મે, 2024

ભદ્રેશ્વર તીર્થમાં મહાવીર સ્વામીનું 2622મું જન્મ કલ્યાણક ઊજવાશે

ભદ્રેશ્વર (તા. મુંદરા), તા. 17 : તાલુકાના ભદ્રેશ્વર તીર્થ ખાતે ઐતિહાસિક એવા ભદ્રેશ્વર (વસહી) તીર્થમાં પ્રથમ વખત મૂળ નાયક મહાવીર સ્વામીના 2622મા જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાશે. પ્રસંગે અચલગચ્છના સાધ્વીજી જ્યોતિકલાશ્રીજી .સા.ના શિષ્ય સાધ્વી વીરતીકલાશ્રીજી .સા., જૈનમકલાશ્રીજી .સા. અને દીપચંદ્રાશ્રીજી .સા. તેમજ કચ્છમાં બિરાજમાન બધા ગચ્છના જૈનમુનિઓની ઉપસ્થિતિમાં તથા ચતુર્વિધ સંઘ સાથે ઉપસ્થિત રહેશે. મહાવીર જન્મ કલ્યાણકની ધામધૂમથી ઉજવણી થશે. સવારના પ્રભુજીનો વરઘોડો તથા બપોરના પ્રભુજીને શક્રસ્તવ અભિષેકનું આયોજન કરાયું છે. આવેલા યાત્રિકોને અભિષેકમાં લાભ મળશે. આયોજનના મુખ્ય સંઘપતિ લક્ષ્મીબેન ખીમજી ગંગર (ચુનડી-માટુંગા), મિલન માયકા (હિન્દમાતા) રહેશે. સંપૂર્ણ આયોજનના મુખ્ય કન્વીનર રાજેશભાઇ દેવજી ગાલા (દેશલપુર કંઠી) રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang