• મંગળવાર, 30 એપ્રિલ, 2024

દેશદેવીના ચરણોમાં શીશ ઝુકાવવા સાથે દેશના લોકોની સુખાકારી પ્રાર્થી

માતાના મઢ, તા. 16 : કચ્છ-મોરબી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલણનું નામાંકન પત્ર ભરવા પ્રસંગે આવેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે અષ્ટમી નવરાત્રિના દિવસે દેશદેવી મા આશાપુરાના સ્થાનક માતાના મઢે માથું ટેકવી દેશના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. દર્શન કર્યા બાદ મઢ જાગીર ટ્રસ્ટ વતી મૂળરાજસિંહ જાડેજા તેમજ મયૂરસિંહ જાડેજાએ ટ્રસ્ટની પરંપરા મુજબ શ્રી ગોહિલનું સન્માન કર્યું હતું. ત્યારબાદ શ્રી ગોહિલ ચાચરા કુંડ સ્થિત લખપત ક્ષત્રિય સમાજવાડીની મુલાકાત લીધી હતી. અહીં પહેલેથી તાલુકાભરમાંથી આવેલા ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, તેમને સંબોધ્યા હતા અને ભાજપ તથા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કરી જણાવ્યું કે, રાજકારણમાં કોઇ પણ નેતાને સત્તાનો અહ્મ-અભિમાન હોવો જોઇએ. પુરુષોત્તમભાઇના વાણી-વિલાસથી ક્ષત્રિય સમાજ સાથે અનુ. જાતિ વર્ગ રોષે ભરાયો છે. રૂપાલાએ અહંકારમાં માફી માગી હતી. પક્ષે પણ તેની ટિકિટ રદ કરી અહંકાર બતાવ્યો હોવાનું જણાવ્યું હતું. ક્ષત્રિય સમાજે દેશની રક્ષા માટે બલિદાનો આપ્યા છે, તેવા સમાજની ભાજપે ટિકિટ કાપી અપમાન કર્યું છે, તેવું તેમણે જણાવ્યું હતું. વેળાએ કિશોરસિંહ જાડેજા (વિંઝાણ), પુંજુભા જાડેજા, પી. સી. ગઢવી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, મામદ જુંગ જત, અલીભાઇ જત, ઇબ્રાહીમ કુંભાર, કાસમ કુંભાર સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang