• મંગળવાર, 30 એપ્રિલ, 2024

રાતાતળાવ સંતવાણીમાં 61 લાખની ઘોર

નલિયા, તા. 16 : તાલુકાના સેવા ધામ રાતાતળાવ?ખાતે યોજાયેલા શતચંડી મહાયજ્ઞના ત્રીજા દિવસે સવારના સમયે આચાર્ય દ્વારા પ્રાત: પૂજા, પ્રધાન દેવોનો મંત્રોચ્ચાર દ્વારા હવન કરાવવામાં આવ્યો હતો. ઓધવરામ સત્સંગ મંડળ આયોજિત  શતચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોત્તમ ચાંદ્રાના યજમાનપદે સંપન્ન થઇ હતી. સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાજેશભાઇ સામજીભાઇ નંદા બીટાવાળા પરિવારના યજમાનપદે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કલાકારો ગિરધરભાઇ ભાનુશાલી, દેવરાજ ગઢવી (નાનો ડેરો), કવિ શ્યામ અને નારાયણ ઠાકરે સંગીતના સૂરો રેલાવ્યા હતા. સંતવાણીમાં એકત્ર 61 લાખ રૂપિયા ?ઘોરની રકમ ગાયોના ઘાસચારા માટે વાપરવાની જાહેરાત કરાઇ હતી. ઓધવરામ સત્સંગ મંડળ કચ્છ એકમના પ્રમુખ પદેથી આશારિયા લાલજી મંગે વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના સ્થાને વસંત કરસનદાસ ચાંદ્રા (ગાંધીધામ)ની કચ્છ એકમના પ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂક કરાઇ હતી. સદ્ગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના છત્રસિંહ જાડેજા અને રાજેશભાઇ નંદાની ટ્રસ્ટી તરીકે વરણીની જાહેરાત કરાઇ હતી. આજે ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ વિધિવિધાન સાથે નાળિયેર હોમ સાથે કરવામાં આવી હતી. રાતાતળાવના સંસ્થાના સ્થાપક મનજી ભાનુશાલીએ યજમાન દાતા પરિવારનું સન્માન કર્યું હતું. સર્વેનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, અમૂલભાઇ દેઢિયા, જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમ મારવાડા, અબડાસા સરપંચ સંગઠનના પરેશસિંહ જાડેજા, ભાનુશાલી મહાજન અને અઢારે વર્ણના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલલાલજી મહારાજ અને માંડવી ભાનુશાલી દ્વારાના મહંત કરસનદાસજીએ હાજર રહી આશીર્વચન આપ્યા હતા. ઓધવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઇએ આયોજનમાં સાથ- સહકાર આપવા બદલ રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સરકારી પ્રશાસન અને સમગ્ર કચ્છની જનતાનો ઋણસ્વીકાર કર્યો હતો. સંસ્થાના વસંતભાઇ?ભાનુશાલી, કનુગર બાવાજી, શિવજીભાઇ મહેશ્વરી, વિપુલભાઇ, નરેન્દ્ર પાંચાણી, હીરાભાઇ છાભૈયા, કરણભાઇ, શૈલેશભાઇ રંગાણી, જુમાભાઇ લુહાર, મેહુલ ભદ્રાએ સહયોગ આપ્યો હતો તેવું સંસ્થાના ટ્રસ્ટી ઉમરશીભાઇ અને દામજીભાઇએ જણાવ્યું હતું. મેડિકલ કેમ્પના આયોજનમાં ટ્રસ્ટી જયેશભાઇ ઠક્કરે ભૂમિકા ભજવી હતી. શતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પનું સંકલન છત્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang