• મંગળવાર, 30 એપ્રિલ, 2024

વિવિધ રોગોથી બચવા જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

ભુજ, તા. 15 : ડાયાબિટીસ, મેદસ્વિતા, બીએમઆઈ, હૃદયરોગ અને ફેટી લિવરના વધતા વ્યાપ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે સ્વામિનારાયણ હોસ્પિટલ અને  વડનગરા નાગર મંડળ, ભુજે તબીબી જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું. હાટકેશ કોમ્પલેક્સ ખાતે આયોજિત શિબિરમાં 120થી પણ વધુ જ્ઞાતિજનો જોડાયા હતા. શિબિરમાં તબીબી નિષ્ણાતોની પેનલમાં સ્વામિનારાયણ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. જગદીશ હાલાઈ, ડાયાબિટોલોજિસ્ટ ડો. નિનાદ ગોર, સર્વમંગલ આરોગ્યધામના આયુર્વેદ તબીબ ડો. આલાપ અંતાણી, ડાયેટિશિયન નિકિતાબેન હાલાઈ અને ફિઝિયોથેરાપિસ્ટ ડો. નિધિ સોની સમાવિષ્ટ હતા. તેમણે ડાયાબિટીસ અને ફેટી લિવરની ગૂંચવણો અને કારણો, લક્ષણો અને સારવારના વિકલ્પોમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી. ડો. નિનાદ ગોર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે ડાયાબિટીસ, અર્લી અવેરનેસ, ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો તેમજ રાજિંદી જીવનશૈલીમાં જરૂરી ફેરફાર વિશે માહિતી આપી હતી.  સમારંભમાં વડનગરા નાગર મંડળના પ્રમુખ પ્રતીક ધોળકિયાની આગેવાનીમાં અગ્રણીઓ જોડાયા હતા. જેમાં વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળના પ્રમુખ અતુલ મહેતા, વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના કન્વીનર પ્રવર્ષ શુક્લ, સિનિયર સિટીઝન ક્લબ પ્રમુખ  પરિમલભાઈ વૈષ્ણવ, નાગર મહિલા મંડળ પ્રમુખ  બંસરીબેન ધોળકિયા તેમજ હાટકેશ યૂથ ક્લબનાં મંત્રી જીનલ વોરા ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન હિમાંશુ સુથાર, મંડળના મંત્રી અંકિત વૈદ્યે કર્યું હતું. પ્રત્યુષ અંજારિયા, નીલ હાથી, રૂચિર વૈષ્ણવ, રાકેશ વૈદ્ય, જિગ્નેય અંતાણી તેમજ હર્ષ વોરાએ જહેમત ઉઠાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang