વોશિંગ્ટન, તા. 14 : ભારતીય
વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લ સહિતની ટીમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર
ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષમાંથી વિદાય લઇ પૃથ્વી પર પરત આવવા માટે
રવાના થયા છે. 26 જૂન-2025ના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી
સ્પેસ એક્સના ડ્રેગન યાન દ્વારા શુભાંશુ શુક્લ અને તેમના સાથી અડ્ઢ-4 મિશન પર
રવાના થયા હતા. શુભાંશુએ કહ્યું હતું કે,
અંતરિક્ષ પરથી ભારત વધુ આત્મવિશ્વસ્થ, વધુ
ભવ્ય લાગે છે... હજુ પણ કહી શકાય સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા. આ મિશનમાં
અમેરિકાના અનુભવી અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન કમાન્ડર તરીકે અને અન્ય સભ્ય
પોલેન્ડના સાવોસ ઉઝનાન્સ્કી અને હંગરીના તિબોર કપૂ સામેલ છે. શુભાંશુ શુક્લએ
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 18 દિવસ વીતાવ્યા બાદ આવતીકાલે
પૃથ્વી પર આવશે. આ ચારેય કુલ 250થી વધુ વખત પૃથ્વીની પરિક્રમા
તરફથી છ મિલિયન મીલથી વધુનું અંતર પાર કર્યું. 17 દિવસની આ યાત્રા દરમિયાન
અંતરિક્ષ યાનની ટીમે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા, જેમાં માઇક્રોએલ્ગી પર
રિસર્ચ અને નવી સેન્ટ્રીફયૂગેશન ટેકનિક સામેલ છે.