• મંગળવાર, 15 જુલાઈ, 2025

રાજ્યસભા માટે ચાર સભ્ય નિમાયા

નવી દિલ્હી, તા. 13 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે ચાર સદસ્યની નિયુક્તિ કરી છે, જેમાં પૂર્વ સરકારી વકીલ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા ઉજ્જવલ દવરાવ નિકમ સામેલ છે, જેઓ 26-11ના મુંબઈમાં થયેલા હુમલા સહિત ઘણા ચર્ચાસ્પદ મામલામાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. તે ઉપરાંત ઈતિહાસકાર મીનાક્ષી જૈન, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા અને સમાજસેવક સદાનંદન માસ્તરનો સમાવેશ થાય છે. એક મીડિયા હેવાલ મુજબ, બંધારણના અનુચ્છેદ 80 (3) હેઠળ રાષ્ટ્રપતિને મળેલા અધિકાર અંતર્ગત મુર્મુએ આ પસંદગી કરી છે. આ નિયુક્તિ એ જગ્યાઓ પર કરાઈ છે, જેના પર રહેલા સદસ્યો સેવાનિવૃત્તિ બાદ ખાલી પડી હતી. આથી આ ચાર સદસ્ય રાજ્યસભાના સભ્ય બનશે. ઉજ્જવલ નિકમ દેશના ઘણા મોટા ફોજદારી કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. 1991માં તેમણે કલ્યાણ બોમ્બ વિસ્ફોટના આરોપી રવિન્દર સિંહને દોષિત ઠેરવ્યો. 1993માં મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસ સાથે તેમની કારકિર્દીમાં એક  નવો વળાંક આવ્યો હતો, તો 26/11ના હુમલામાં પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબના કેસમાં તેમણે સરકારી વકીલ તરીકે દલીલો કરી હતી અને કસાબને મૃત્યુદંડની સજા અપાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સંસદીય જીવનની શુભેચ્છા આપી હતી. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિને મળેલા અધિકાર અંતર્ગત તેઓ કલા, સાહિત્ય, વિજ્ઞાન, સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનારાની પસંદગી કરી શકે છે. વર્તમાનમાં રાજ્યસભાની કુલ સદસ્ય સંખ્યા 245 છે, જેમાં 233 નિર્વાચિત અને 12 નામાંકિત સભ્ય 4પણ સામેલ છે. 

Panchang

dd