• મંગળવાર, 15 જુલાઈ, 2025

બાંગલાદેશમાં હિન્દુ વેપારીની હત્યા

ઢાકા, તા. 13 : બાંગલાદેશમાં મોહમ્મદ યુનુસ સરકાર બન્યા પછીથી જ હિન્દુઓ જરા પણ સુરક્ષિત નથી. રાજધાની ઢાકામાં હિન્દુ વેપારીની નિર્મમ હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાથી ભારે ચકચાર મચવા સાથે હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો હતો. ભંગારના વેપારી લાલચંદ સોહાગની મારપીટ કરીને હત્યા કરાતાં રસ્તા પર ઊતરી પડેલા સેંકડો છાત્રોએ વચગાળાની સરકાર પર હિંસા રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકયો હતો.  આ નિર્દયપણે હત્યાની ઘટના બાદ પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી હતી. જેમાંથી બે પાસે ગેરકાયદે હથિયાર કબજે કરાયાં હતાં.  ક્રૂરતાની હદ વટાવતાં હત્યા કરનાર હુમલાખોરોએ મારપીટ બાદ સોહાગ મૃત હોવાની જાણ થતાં તેના મૃતદેહ પર નાચ્યા હતા.  

Panchang

dd