• ગુરુવાર, 13 માર્ચ, 2025

હવે જિઓએ પણ મિલાવ્યા મસ્કની સ્પેસએક્સથી હાથ

નવી દિલ્હી, તા.12 : રિલાયન્સ જિઓની વ્યાવસાયિક પ્રતિદ્વંદ્વી કંપની ભારતી એરટેલ દ્વારા એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટની સમજૂતી કરી તેના એક દિવસ બાદ જિઓએ પણ સ્પેસએક્સ સાથે સમજૂતી કરાર કર્યા છે. મુકેશ અંબાણીની જિઓ પ્લેટફોર્મ લિમિટેડ (જેપીએલ)એ આજે જણાવ્યું હતું કે, તેણે ભારતમાં સ્ટારલિંક હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ લાવવા માટે મસ્કની સ્પેસએક્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી બાદ ભારતના ગ્રામ્ય અને દૂરસુદૂરના વિસ્તારો સહિત આખા દેશમાં ઉપગ્રહ આધારિત બ્રોડબેન્ડ સેવાઓ મળશે. આ સેવાથી જ્યાં ઈન્ટરનેટ મળવું મુશ્કેલ હતું તેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ આસાનીથી નેટ મળતું થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગઈકાલે મંગળવારે જિઓની હરીફ એરટેલે સ્પેસએક્સ સાથે આવી જ સમજૂતી કરી હતી. જિઓએ જણાવ્યું હતું કે, સ્પેસએક્સથી સમજૂતી બાદ વિશ્વસનીય ઈન્ટરનેટ આખા ભારતમાં તમામ ઉદ્યમો, મધ્યમ વ્યવસાયો અને સમુદાયોને સુલભ કરાવી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd