• ગુરુવાર, 23 મે, 2024

ધો. 10નું વિક્રમી 82 ટકા પરિણામ

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી : આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) ધોરણ 10નું ઐતિહાસિક 82.56 ટકા પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7,06,370 નિયમિત વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી 6,99,598 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ 5,77,556 વિદ્યાર્થી પાસ થયા હતા.  જેમાં 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં ઓછું પરિણામ નોંધાયું છે.  ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ પણ કહેવાય છે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી. ધોરણ 10ની પરીક્ષામાં દર વર્ષની જેમ વર્ષે પણ વિદ્યાર્થીની તુલનામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.  રાજ્યભરમાં 2024માં ધોરણ 10માં કુલ 6,99,598 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે રાજ્યભરનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,60,451 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 78,715  વિદ્યાર્થી પાસ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા નોંધાયું છે. -વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. -2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે બી-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. બી-ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે. સી-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. સી-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે. ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા હજાર 110 છે.  દરમિયાનમાં મહત્ત્વનાજિલ્લાઓ જોઇએ તો રાજકોટ જિલ્લાનું પરિણામે 85.23 ટકા આવ્યુ છે. જેમાં 36,675 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં 2891 વિદ્યાર્થીએ -વન ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે સુરત જિલ્લાનું 82.57 ટકા પરિણામ આવ્યું છે જેમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે વડોદરા જિલ્લામાં ગત વર્ષ કરતાં 15 ટકા વધુ પરિણામ આવ્યું છે. જિલ્લામાં એકંદરે 62.24 ટકા પરિણામ રહ્યું હતું તેમજ અમદાવાદનું 78.20 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 81.74 ટકા પરિણામ આવ્યું છે.નોંધનીય છે કે ધોરણ 10માં 1389 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે. ત્યારે ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડે તેવુ પરિણામ છે. કેમ કે ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે. તદુપરાંત ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી, બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 81382, અંગ્રેજી દ્વિતિયમાં 44703 વિદ્યાર્થી અને સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી નાપાસ થયા છે. તદુપરાંત 138 ગેરરિતી કેસ અને 400 કેસ વીડિયો ફૂટેજને આધારે કુલ 538 ગેરરિતીના કેસ નોંધાયા હતા.રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ધો. 10ના પરિણામની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાસ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જે સફળ નથી થયા તેમને ડબલ અભિનંદન આપું છું કે આજથી મહેનત શરૂ કરી દો. અમે તમારા માટે પરીક્ષાની વ્યવસ્થા કરી છે. એકાદ બે મહિનામાં સોલ્વ કરીને રનીંગ પ્રવાહમાં આવી જશો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang