• રવિવાર, 16 જૂન, 2024

ઘુડખરની વસ્તી ગણતરી : અન્ય છ પ્રજાતી પણ વિચરતી જોવા મળી

અમદાવાદ, તા.22:  ઘુડખરની વસ્તી ગણતરી મંગળવારથી શરૂ થઈ હતી અને તેમાં આવરી લેવામાં આવેલા વિસ્તારમાં  ઓછામાં ઓછી અન્ય મહત્વપૂર્ણ પ્રજાતીઓની હાજરી નોંધાઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. વસ્તી ગણતરી હાથ ધરતા રહ્યા છે. અને અન્ય પ્રજાતીઓની વસ્તીમાં પણ વધારો દર્શાવે છે. કચ્છ પ્રાદેશીક વન વર્તુળના વન સંરક્ષક સંદીપ કુમારને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે,  મંગળવારથી વસ્તી ગણતરી શરૂ થઈ હતી અને સાણંદ, નળસરોવર અને કચ્છના નાના રણમાં જંગલી ગધેડાના મુખ્ય નિવાસસ્થાન સહિત સગભગ 17000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે. કુમારે જણાવ્યુ હતું કે મંગળવારે કવાયત દરમ્યાન 269 સ્વયંસેવકોએ જરખ, રણબીલાડી, રણ શીયાળ, વરૂ, ભારતીય શીયાળ અને ચીંકારા નોંધ્યા હતા. કુમારે કહ્યું હતું કે, અમે 2022ની વસ્તી ગણતરીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો પરંતુ વખતે અમે કેમેરા ટ્રેપ અને ડ્રોન પર વ્યાપકપણે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અદ્યતન સાધનો અમને ઘુડખરના વસવાટનું વ્યાપકપણે વિશ્લેષણ કરવામાં મદદ કરશે નહીં અમે 46 ડ્રોન અને 100 કેમેરા ટ્રેપનો ઉપયોગ કરી રહ્યા છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang