• રવિવાર, 16 જૂન, 2024

રાપર ખાતે પ્રી-મોન્સૂન ડિઝાસ્ટરની બેઠક યોજાઈ

રાપર, તા. 22 : આગામી ચોમાસાં દરમ્યાન રાપર તાલુકામાં કોઈ આપત્તિ દરમ્યાન બચાવકાર્ય માટે પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા અંગે બેઠક મળી હતી. ચોમાસાં દરમ્યાન  જરૂરી તકેદારી રાખવા અંગેનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કચેરીને લાગુ પડતી બાબતોના એક્શન પ્લાનની અદ્યતન વિગતો તથા કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફની માહિતી અને કચેરી ખાતેનાં સરકારી વાહનોની માહિતી સાથે હાજર રાખવા, કન્ટીજન્સી પ્લાન કચેરીના સ્ટાફની અદ્યતન માહિતી રાખવા તેમજ વીજપુરવઠો જાળવણી અને આનુષંગિક કામગીરી, તાલુકામાં આવેલા માર્ગ અને મકાન સંબંધિત કામગીરી પીજીવીસીએલના વીજ પુરવઠો, પાણી પુરવઠાની સેવાઓ અને તેની મિલ્કતની દેખરેખ અંગેની કામગીરી, ડેમ, જળાશયો, કેનાલ અને અન્ય સિંચાઇના માળખાં અને મિલ્કતો સંબંધીત કામગીરી,  કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. તાલુકામાં આવેલી  જર્જરિત મકાનો દૂર કરવા અંગે તાકીદ કરાઈ હતી. કન્ટ્રોલરૂમમાં સોંપવામાં આવેલી  ફરજના કર્મચારીઓને સમયસર હાજર રહેવા સૂચના અપાઈ હતી. ચોમાસાં દરમ્યાન એસ.ટી. બસ સેવા, વાહનવ્યવહાર બાબતે ચર્ચા ભારે વરસાદ/પૂરના સમયે રેસ્ક્યૂ કામગીરી/ફૂડ પેકેટ વિતરણની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રાપર મામલતદાર .એમ. પ્રજાપતિ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, આરોગ્ય સુપરવાઇઝર રામજીભાઈ પરમાર, પ્રકાશ સોલંકી, વેટરનરી ઓફિસર ડો. એમ.જી. પ્રજાપતિ, ડેપો મેનેજર જે.બી. જોશી, નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ. ટાંક, એસ.પી. રામજિયાણી, કે.ડી. કાલરિયા, એસ.પી. વાઝા, એન.એચ. ચારણિયા, આર.વી. પટેલ, હેતલ દેસાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા સહિતના અધિકારીઓ તથા જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang