• રવિવાર, 16 જૂન, 2024

આકરા તાપનો પ્રભાવ : વીજળી અને પાણીની માંગ થઈ બમણી

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 22 : કચ્છમાં ગરમીની સતત વધતી તીવ્રતા વચ્ચે પાણી અને વીજળીની માંગમાં સરેરાશ કરતાં બમણો વધારો જોવા મળ્યો છે. જો તાપનું પ્રમાણ આને રીતે યથાવત્ રહેશે તો પ્રમાણ હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો ગરમીની વિપરીત અસર પશુઓની દૂધ ઉત્પાદન શક્તિ પર પડતાં દૂધ ઉત્પાદનમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. વીજતંત્રમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર ભુજ અને અંજાર વીજ સર્કલમાં એક કરોડ વીજ યુનિટનો દૈનિક વપરાશ સામાન્ય રીતે થતો હોય છે, તેમાં દસ લાખ યુનિટ તો પહેલેથી વધેલા હતા, પણ છેલ્લા પાંચેક દિવસથી તો મહત્તમ પારો ઊંચકાઈને 4 ડિગ્રીએ પહોંચતાં પંખા અને એરકન્ડિશનર સામાન્ય દિવસોની તુલનાએ વધુ કલાક સુધી ચાલતા હોવાથી વીજ વપરાશ લગભગ બમણો થઈ ગયો છે. વધેલા વીજ વપરાશ વચ્ચે વીજભારનું પ્રમાણ વધતાં સમયાંતરે વીજળી ગૂલ થવા સહિતના બનાવો વધતાં લોકોને આકરા તાપમાં પરસેવે રેબઝેબ થવાનો વારો આવી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે લૂ લાગવાના કેસો પણ એટલી ઝડપથી વધવા લાગ્યા છે. ગરમીને ધ્યાને લઈ વધુ પ્રમાણમાં પાણી અને અન્ય પ્રવાહી પીણાનું મહત્તમ સેવન કરવા તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે. ત્યારે પાણીની માંગમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ છેલ્લા એક અઠવાડિયાથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો  છે. પાણી પુરવઠા તંત્ર દ્વારા 47 એમ.એલ.ડી. પાણી અપાતું હોવાના દાવા વચ્ચે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની વાત દૂર રહી શહેરી વિસ્તારના લોકોને પાણીની તંગી વેઠવાનો વારો આવી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang