• રવિવાર, 16 જૂન, 2024

મુંદરાનાં મકાનમાં ધમધમતા જુગારના અડા પરથી પાંચ જુગારી ઝડપાયા

ભુજ, તા. 22 : મુંદરામાં દીઆ પાર્કની બાજુમાં મકાનમાં ધમધમતા જુગારના અડા પર પોલીસે દરોડા પાડી પાંચ જુગારીને ઝડપી પાડયા હતા. આજે મુંદરા પોલીસને બાતમી મળી હતી કે, દીઆ પાર્કની બાજુમાં જયેશભાઇ ગંગારામ મડિયાર પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા છે. બાતમીના પગલે આજે સાંજે મુંદરા પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા જયેશભાઇ ઉપરાંત મામદ હનીફ અલીમામદ નોડે, રૂસ્તમ જુમા ખોજા, અલ્તાફ મામદઅલી ખોજા અને અબુબકર આદમ જુણેજા (રહે. તમામ મુંદરા)ને ઝડપી  લીધા હતા. દરોડા દરમ્યાન જુગારીઓ પાસેથી રોકડા રૂા. 34,400 તથા ત્રણ મોબાઇલ ફોન કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 49,400નો મુદ્દામાલ મુંદરા પોલીસે કબજે કરી આરોપીઓ  વિરુદ્ધ કાયદેસરનો  ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang