• રવિવાર, 16 જૂન, 2024

અંડર-23 ટૂર્ના.માં કે.સી.એ. (ભુજ)નો અમરેલી સામે એક તરફી વિજય

ભુજ, તા. 22 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા અંડર-23 વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની ગાંધીધામ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં કચ્છ ક્રિકેટ એસોસિયેશન ભુજ ટીમે એકતરફી જીત નોંધાવી હતી. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરતાં અમરેલીની સમગ્ર ટીમ 48.4 ઓવરમાં 208 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. દિશ્ન્ત મુંજપરાએ 61 રન નોંધાવ્યા હતા. ભુજ વતીથી આર્યન મલિક, અવનીશ કેરાઈ, મનન ખીમાણી અને કપ્તાન પ્રેમ ઝવેરીએ 2-2 વિકેટ લીધી હતી. ભુજની ટીમે 4 વિકેટે 38.2 ઓવરમાં 210 રન બનાવીને જીત નોંધાવી હતી. ભુજ તરફથી રાજન મહેશ્વરી 74 રન, ધ્રુવ ગોસ્વામી 66 અને પ્રેમ ઝવેરીના 23 રનની મદદથી લક્ષ્ય આસાનીથી પાર કર્યું હતું. સમગ્ર ટીમને કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બહાદૂરાસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી તેમજ સિલેક્ટરો અશોક મહેતા, ગિરીશ ઝવેરી, મહિપતિસંહ રાઠોડ, નવલસિંહ જાડેજાએ જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ટીમના કોચ મહેશ પંડયાનું માર્ગદર્શન મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang