• રવિવાર, 16 જૂન, 2024

રામમંદિર પર બાબરી તાળું લટકાવવા માગે છે કોંગ્રેસના શહજાદા : મોદી

બસ્તી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તરપ્રદેશના બસ્તીમાં જનસભાને સંબોધનમાં ઇન્ડિ ગઠબંધન ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શહજાદા સુપ્રીમનો ચુકાદો પલટવા માગે છે. રામમંદિર ઉપર બાબરી તાળું લટકાવવા માગે છે. દેશ 500 વર્ષથી રામમંદિરની પ્રતિક્ષા કરી રહ્યો હતો, પણ ઈન્ડિ ગઠબંધનના લોકોને રામમંદિર અને ભગવાન શ્રીરામથી પરેશાની છે. સપાના મોટા નેતા કહે છે કે રામમંદિર બેકાર છે અને રામભક્ત પાખંડી છે. લોકો સનાતન ધર્મના વિનાશની વાત કરે છે અને તેની પ્રમુખ કોંગ્રેસ પાર્ટી છે. મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓની સંપત્તિનો એક્સ-રે કરીશ. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શહજાદા રામલલ્લાને ફરી તંબુમાં મોકલવા માગે છે. વડાપ્રધાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તેઓએ યુપીના વિકાસ માટે ખૂબ મહેનત કરી છે. જનતાએ તેઓના કામ, વાત, વચનો અને ઈરાદા ઉપર ભરોસો વ્યક્ત કર્યો છે. પીએમે કહ્યું હતું કે, પાંચ તબક્કકાનું મતદાન થઈ ચૂક્યું છે અને ત્રીજી વખત મોદી સરકાર નક્કી થઈ ચૂકી છે. ઈન્ડિ મોરચો નિરાશામાં છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, ભારત વૈશ્વિક મંચ ઉપર બોલે ત્યારે અખી દુનિયા ધ્યાનથી સાંભળે છે. ભારત નિર્ણય કરે છે તો દુનિયા પણ સાથે ચાલવાની કોશિશ કરે છે. આતંક ફેલાવતા દેશની હાલત અત્યારે એવી થઈ છે કે તે ઘર કે ઘાટનો રહ્યો નથી. જો કે તેના હમદર્દ સપા અને કોંગ્રેસના લોકો ભારતને ડરાવવાની કોશિશ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang