• મંગળવાર, 25 જૂન, 2024

નોડે પ્રીમિયર લીગમાં ફિદા એ મિલત ઈલેવને બાજી મારી

ભુજ, તા. 21 : ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં નોડે પ્રીમિયર લીગ એનપીએલ સિઝન-4નું આયોજન કરાયું હતું, જેમાં ફિદા મિલત વિજેતા થઈ હતી. ફાઈનલમાં ફિદા મિલતે ટોસ જીતીને બેટિંગ કરીને 10 ઓવરમાં 125નો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં કિંગ ઈલેવન 42 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાઈનલમાં મેન ઓફ મેચ રફીક નોડે રહ્યા હતા. મુખ્ય મહેમાનો હનીફ માંજોઠી, ગની કુંભાર, અનવર નોડે, અલીમામદ નોડે, હયાત નોડે, જામ નોડે, ગનીભાઈ થેબા, ઈદીશભાઈ થેબા, કિશન સંજોટ, સકીલભાઈ નોડે, મયૂરભાઈ, ઈમરાન સમા, લાલી શેખ, ઈમુ સમા, કાદરભાઈ માંજોઠી વગેરે હાજર રહ્યા હતા. ચેમ્પિયન ટીમને અગ્રણીઓના હસ્તે ટ્રોફી અપાઈ હતી. રજાક માંજોઠી, કિશન સંજોટ, આશીફ ચૌહાણ, ઈમરાન સમા, સકીલ નોડે, ઈમરાન નોડે, રહીમ નોડે, આયોજક મુસ્તાક નોડે, અશરફ નોડે, અજીમ નોડે, રહીમ નોડે, કાસમ નોડે, રફીક નોડે, અબ્બાસ નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang