• રવિવાર, 16 જૂન, 2024

હજુ પાંચ દિવસ કાળઝાળ ગરમી

નવી દિલ્હી, તા. રર : અનેક રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રિમઝીમ ખુશખબર આવી છે. હજુ દિવસ હીટવેવની આગાહી છે બીજી તરફ વરસાદી ટાઢકના દિવસો નજીક છે. હવામાન વિભાગે 31 મે સુધીમાં કેરળમાં ચોમાસું ટકોરા મારે તેવી સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં બુધવાર સુધીમાં હળવા દબાણને પગલે ચક્રવાત ઉઠવાની આશંકાને પગલે માછીમારો માટે દરિયો ખેડવા સામે એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત સહિત બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આગામી દિવસ હીટવેવની આગાહી છે. દિવસે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સે.નો વધારો થઈ શકે છે. હરિયાણાના સિરસામાં મહતમ તાપમાન 47.8 ડિગ્રી સે.ને આંબી ગયું છે. યુપી, પંજાબ અને હિમાચલમાં પણ ગરમીનો દૌર ચાલુ છે તેમ છતાં ચોમાસું વર્ષે વહેલું હોવાના વાવડ આવ્યા છે. પ્રિ મોન્સુન ગતિવિધિ હેઠળ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છવાશે. હવામાન વિભાગ અનુસાર, નૈઋઍત્ય ચોમાસું દક્ષિણ અરબ સાગર, માલદીવ, બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે જે જોતાં 9થી 31 મે સુધીમાં કેરળમાં તેનો પ્રવેશ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે 10 જૂન આસપાસ ચોમાસું પ્રવેશે છે, કેટલાક ક્ષેત્રોમાં 1 જૂન આસપાસ વરસાદ શરૂ થાય છે. ગુજરાતમાં 0 અને રપ જૂન આસપાસ ચોમાસું બેસે તેવી સંભાવના છે. યુપીમાં 0 જૂન આસપાસ, એમપીમાં 10-1 જૂન સુધીમાં, રાજસ્થાનમાં 30 જૂન અથવા જુલાઈ, બિહાર અને છત્તીસગઢમાં 1 જૂન આસપાસ, જમ્મુ-કાશ્મીરમાં રપ જૂને ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, તમિલનાડુ, કેરળ, પુડુચેરી, કરાઇકલ, માહે, લક્ષદ્વીપ, આંતર કર્ણાટક, આંધ્રનો કિનારો, તેલંગણા વગેરે રાજ્યોમાં આવતાં દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. સિવાય પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મિઝોરમ, ત્રિપુરા, મણિપુરના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang