ગાંધીધામ, તા. 22 : ભચાઉના નવી મોટી ચીરઇ ગામમાં એક ઓરડી આગળ ઉભેલી ગાડીમાંથી પોલીસે રૂા. 33,750નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ બે શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા હતા. નવી મોટી ચીરઇનો શિવભદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા તથા સત્યપાલસિંહ ઉર્ફે સતુભા રોહિતસિંહ જાડેજા નામના શખ્સોએ દારૂ મગાવી ઓરડી બહાર ગાડીમાં રાખી તેને સગેવગે કરવાની પેરવીમાં હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં પહોંચતાં ત્યાં આ બે શખ્સો હાજર મળ્યા નહોતા. ઉભેલી કાર નંબર જી.જે. 12 એ.કે. 3851માંથી દારૂની બોટલો તથા બિયરના ટીન એમ કુલ 155 નંગ કિંમત રૂા. 33,750નો શરાબ હસ્તગત કરાયો હતો. હાથમાં ન આવેલા આ શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.