• મંગળવાર, 25 જૂન, 2024

અંડર 14 અને 16 બાદ અંડર 19 સ્પર્ધામાં કેડીઆરસીએ ટીમે બાજી મારી

ગાંધીધામ, તા. 21 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા અન્ડર-19 વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ 2024-25નો ખિતાબ કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસો.ની ટીમએ હાંસલ કર્યો હતો. એસ.સી.. દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજ્યની 18 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કે.ડી.આર.સી..ની ટીમે શરૂઆતમાં પોરબંદર, ભાવનગર  ગ્રામ્ય અને સુરેન્દ્રનગરની ટીમ હરાવી સેમિફાઈનલમાં પહોંચી હતી. સેમિફાઈનલમાં રાજકોટની -ટીમને પછાડીને ટીમ ફાઈનલમાં પહોંચી હતી. રાજકોટમાં ખંડેરી મેદાન ખાતે કે.ડી.આર.સી.. અને રાજકોટની ટીમ-બી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં પ્રથમ બાટિંગ કરીને રાજકોટની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 206 રન બનાવી 8 વિકેટ ખોઈ હતી. કપ્તાન શ્લોક નાણાવટીના 35 વતી બબલુ યાદવે ઓવરમાં 28 રન ખર્ચ કરી 3 વિકેટ ઝડપી હતી.  કે.ડી.આર.સી..ની ટીમે 45.2 ઓવરમાં 7 વિકેટ ખોઈને 207 રન બનાવી ચેમ્પિયન બની હતી. અન્ડર-19માં કે.ડી.આર.સી.. પ્રથમ વખત વિજેતા બની હતી. જેમાં જય પ્રકાશ મહંતોના 94 બોલમાં 75 રન, કાર્તિક બદાનાના 60 રન મુખ્ય રહ્યા હતા. પ્લેયર ઓફ મેચ જય પ્રકાશ મહંતો રહ્યો હતો. ઈનામ વિતરણ વેળાએ એસ.સી..ના મહેન્દ્રભાઈ રાજદેવ, રણજી ટીમના પૂર્વ કપ્તાન, પસંદગીકાર સુધીરભાઈ તન્ના વગેરે હાજર રહ્યા હતા. કે.ડી.આર.સી.. અગાઉ અન્ડર-14, અને 16માં તથા વખતે અન્ડર-19માં ચેમ્પિયન બની હતી. તાજાવાળા ટ્રોફીમાં પણ ટીમએ મેદાન માર્યું હતું. ટીમની સિદ્ધિ બદલ કે.ડી.આર.સી..ના પ્રમુખ શેખરભાઈ અયાચી તથા નરેન્દ્રસિંહ જાડેજા, અનિલ સિંધવ, શરદભાઈ શેટ્ટી, સંજય ગાંધી, મુકેશ લખવાણી, મદન છતાની, લાલ નાવાણી, સુરોજીત ચક્રવર્તી, અશ્વિની કચ્છાવા, મુકેશ દુધૈયા, નકુલ અયાચી, અનુજ પાન્ડે, કૈલાશ ગોહિલ, વિજય ગઢવી અને સભ્યોએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang