• રવિવાર, 16 જૂન, 2024

મુંદરામાં સોના-ચાંદીના વેપારીઓની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મુંદરા, તા. 22 : મુંદરા ખાતે મુંદરા ગોલ્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશનની પ્રથમ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં કુલ 6 ટીમએ ભાગ લીધો હતો.ફાઇનલ મેચ મંગલ પાંડે ટીમ અને સુભાષચંદ્ર બોઝ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમા મંગલ પાંડે ટીમ  ટુર્નામેન્ટની ફાઈનલમાં વિજેતા થઈ હતી. ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓમાં બેસ્ટ બોલર મહેશભાઈ સોની, બેસ્ટ બેટ્સમેન અભય સોની, બેસ્ટ કેચ ધર્મેન સોની, બેસ્ટ ફિલ્ડર કિશન સોની, બેસ્ટ વિકેટ કીપર દર્શિલ સોની, મેન ઓફ સિરીઝ વિશાલ પાટડિયા થયા હતા. એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ પાટડિયા અને કારોબારીના નેજા હેઠળ સમગ્ર ટુર્નામેન્ટ  સોના-ચાંદીના વેપારીઓએ પરિવાર સહિત હાજરી આપી હતી. કચ્છ બુલિયન ફેડરેશન જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા વિશાલ પાટડિયા, ભાવેશ સોની, રૂપેશ સોની, આશિષ સોની, વિવેક પાટડિયા, સમીર સોનીએ જહેમત ઉઠાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang