• રવિવાર, 16 જૂન, 2024

કાનમેર ભડાકાકાંડમાં જિ.પં. સભ્યનો પતિ છ દિવસના રિમાન્ડ તળે

ગાંધીધામ, તા. 22 : કાનમેર અને જોધપરવાંઢ વચ્ચે ઘુડખર અભયારણ્યમાં ગોળીબાર પ્રકરણમાં પકડાયેલી રાજકીય વ્યક્તિ એવા આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ભચાઉની કોર્ટમાં રજૂ કરાતાં તેના દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પ્રકરણમાં વધુ એક નામ બહાર આવ્યું હતું. ઘુડખર અભયારણ્ય ગોળીબાર અને હત્યા પ્રકરણમાં પકડાયેલા નરેન્દ્ર રવદાન ગઢવીને આજે ભચાઉની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જે અંગે બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધિશે આરોપીના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઘુડખર અભયારણ્યમાં 1900 એકર મીઠાની જમીનમાં ભાગીદારી કરવા આરોપીઓ નરેન્દ્ર ગઢવી, ભચાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ, નરેન્દ્રસિંહ ઝાલા, ગાંધીધામના દિલીપ હસુ અયાચી અને બળદેવ ગેલા રાઠોડ વગેરે વચ્ચે ત્રણેક મહિના અગાઉ નક્કી થયું હતું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બંધ કારખાનામાં કોઈ દબાણ કરે, કામ કરે તે કોઈ પણ ભોગે ખાલી કરાવવા પણ નક્કી થયું હોવાનું બહાર આવ્યું હતું. મુખ્ય ત્રણ આરોપી રાજકારણમાં હોવાથી કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં તેવી ચર્ચા થઈ હોવાનું પણ સપાટી ઉપર આવ્યું હતું. ગઈકાલે પકડાયેલા આરોપી નરેન્દ્ર ગઢવી વિરુદ્ધ અગાઉ .સી.બી.ની કલમે હેઠળ ગુનો નોંધાયેલો છે તથા લાકડિયા પોલીસ મથકે જમીન અંગે અરજી કરાતાં તેમાં પણ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું. બનાવમાં વપરાયેલાં હથિયારો હજૂ મળ્યાં નથી તે ક્યાં છે? અને હથિયારો ખરીદવા કોણે રૂપિયાની કે અન્ય કોઈએ મદદ કરી હતી તેમજ નાસી જનાર દિલીપ અયાચી, અશોકસિંહ ઝાલા અને કાના રબારી તથા વલીમામદ સુલેમાન નામના શખ્સો ક્યાં છે, તે સહિતની તપાસ માટે આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાથી તેના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, જેની સામે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું. પ્રકરણમાં હજુ પણ પડદા પાછળ કોઈ છે કે કેમ??તથા બનાવમાં વપરાયેલા હથિયારો ક્યાં છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang