• રવિવાર, 16 જૂન, 2024

પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ કે.સી.એ. માટે લાભદાયક બની શકે

ભુજ, તા. 22 : લાંબા સમયથી કચ્છ ક્રિકેટ એસોસીએશન પોતાનું એક મેદાન હોય તેવા પ્રયત્નો છતાં પણ સાકાર થતાં અન્ય મેદાન ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા પ્રતિ વર્ષે ઊગતા ખેલાડીઓ માટે યોજાતી અંડર-14, 16, 19 અને 23 તેમજ જય હિન્દ અને તાજાવાલા ઓપન ટૂર્ના.માં ભાગ લેવા પશ્ચિમ કચ્છના ખેલાડીઓથી બનેલી ટીમને નેટ પ્રેક્ટિસ માટે મજબૂર બનવું પડે છે. વર્તમાનમાં કે.સી.. દ્વારા ટીમને લેવા પટેલનાં ગ્રાઉન્ડ ઉપર ટર્ફ વિકેટ હોવાના નાતે પ્રેક્ટિસ અને ટીમ પસંદગીની કામગીરી કરાઈ રહી છે. હા, પણ ત્યાં ઘાસવાળું મેદાન હોવાથી ખેલાડીઓને જે રીતે માળખાકીય સુવિધા જોઈએ તે રીતે મળતી હોવાથી સૌરાષ્ટ્રની અન્ય ટીમોની   તુલનામાં ધાર્યું પ્રદર્શન નથી કરી શકતા અને આગળ જવાની તક  ગુમાવવી પડે છે. વચ્ચે સરપટ નાકા પાસે આવેલું પોલીસ ક્રિકેટ મેદાન ડીએસપી મહેન્દ્ર બગડિયા, કલેક્ટર અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ ડીએસપી ક્રિકેટ ટીમના સમર્પિત સભ્યો પૃથ્વી રાણા, ઈકબાલ જત અને સોમા ચૌધરી સાથે અન્ય સભ્યોના ગ્રાઉન્ડ સુધારણાની સચોટ મહેનતથી રમવા લાયક ગ્રાઉન્ડ થવાથી હવે કેસીએ અને પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ સંચાલકો વચ્ચે સુમેળ સધાય તો ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર તરફ રમવા જતા ખેલાડીઓ માટે નેટ પ્રેક્ટિસ માટે ઉત્તમ સાબિત થાય તેમ છે. અંગે કેસીએના મંત્રીએ અતુલ મહેતાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે બાબતે પોલીસ તંત્ર અને કચ્છ કલેક્ટર સાથે બેઠક કરશું. ઉપરાંત ગ્રાઉન્ડની માવજતમાં સતત ચિંતિત ઈકબાલ જતને બાબતે પૂછા કરતાં તેમણે હકારાત્મક અભિગમ સાથે કહ્યંy હતું કે, કેસીએ સક્રિયતા પણે આગળ વધે તો ગ્રાઉન્ડ ઉપર હજુ બે ટર્ફ વિકેટ બને અને ગ્રાઉન્ડનું લેવલ ત્રણ- ચાર ઈંચ ઊંચું આવે તો રાષ્ટ્રીય સ્તરની અન્ય ટૂર્ના.નું આયોજન પણ થઈ શકે. મેદાન માટે હવે કંપનીઓ યોગદાન આપવા આગળ આવી રહી હોવાનો શુભ સંકેત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang