• રવિવાર, 16 જૂન, 2024

આદિપુરમાં બાઈક પર આવેલા શખ્સોએ કિશોરનું કર્યું અપહરણ

ગાંધીધામ, તા. 22 : આદિપુરમાં મૈત્રી બગીચાના ગેટ પાસે મોબાઈલમા ગેમ રમતા એક કિશોરનું બે બુકાનીધારી શખ્સોએ અપહરણ કર્યું હતું. આદિપુરના મૈત્રી બગીચા પાસે ગત તા. 20/5ના સવારે 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં ચોકીદારી કરતા એક શ્રમિકનો સૌથી નાનો દીકરો રાધનપુર અભ્યાસ કરે છે. વેકેશન હોવાથી તે અહીં આવ્યો હતો. કિશોરના મામા આદિપુર રહેતા હોવાથી થોડાક દિવસથી તે આદિપુર આવ્યો હતો અને ગત તા. 20/5ના પોતાના સંબંધી ભાઈઓ સાથે મૈત્રી બગીચાના ગેટ બહાર જઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે નંબર વગરની બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોને રોકાવતાં શખ્સો કિશોર પાસે આવી વાત કરી પોતાની સાથે લઈ ગયા હતા. બાદમાં કિશોરનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang