• રવિવાર, 16 જૂન, 2024

કચ્છના આભમાંથી વરસે છે આગ

ભુજ, તા. 22 : વૈશાખી તાપ કચ્છમાં જાણે કે, અગાઉના તમામ રેકોર્ડ તોડવા માટે આગળ ધપી રહ્યો હોય તેમ મહત્તમ પારો દિવસ ઊગે ને નવા વિક્રમી આંકને પાર કરી રહ્યો છે. બુધવારે કંડલા એરપોર્ટ કેન્દ્ર ખાતે મહત્તમ પારો ઊંચકાઈને માત્ર કચ્છ બલ્કે, આખા રાજ્યના સર્વોચ્ચ એવા 46.1 ડિગ્રીએ પહોંચતાં જનજીવન અગનગોળો બન્યું હતું. રાજ્યના ત્રણ શહેરમાં 4, તો પાંચ શહેરમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.  અંજાર-ગળપાદર ઉપરાંત ગાંધીધામ અને કંડલા કોમ્પલેક્સને આવરતા હવામાન મથકે 2016 પછીનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. હજુ પાંચ દિવસ ગરમીના ઉષ્ણ મોજાંની ચેતવણીને જોતાં વિક્રમ પણ તૂટે તેવી સંભાવનાને હવામાનશાત્રીઓ નકારતા નથી. વાગડથી લખપત સુધીના વિશાળ વિસ્તારમાં પથરાયેલા કચ્છમાં સર્વત્ર ગરમીએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરતાં જનજીવન લાલચોળ લૂથી ત્રસ્ત બન્યું છે. જિલ્લા મથક ભુજમાં બે ડિગ્રીના વધારા સાથે પારો 44.3 એટલે કે, 4 ડિગ્રીની નજીક પહોંચતાં વર્તમાન ઉનાળાનો સૌથી આકરો તાપ અનુભવાયો તેની સાથે છેલ્લા એક દાયકાનો ત્રીજો સૌથી ગરમ દિવસ જિલ્લા મથકના લોકોએ અનુભવ્યો હતો. તાપની આણ એટલી તો આકરી હતી કે, મધ્યાહ્નના સમયે વાત દૂર રહી સવારના 10 વાગ્યાથી આભમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવો પ્રચંડ તાપ જોવા મળ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાન સામાન્યથી ડિગ્રી જેટલું ઊંચું જોવા મળ્યું હતું. ભુજ-ગાંધીધામ, અંજાર જેવાં શહેરોમાં મુખ્ય માર્ગો પર બપોરના સમયે સાવ પાંખી ચહલ-પહલ રહેવા સાથે ઉનાળુ સંચારબંધી લદાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જેમને ફરજિયાત બપોરના સમયે બહાર નીકળવું પડયું તેમણે તાપથી બચવા માટે ટોપી, ગોગલ્સ, સહિતના તાપરક્ષક સાધનોનો સહારો લીધો હતો. ઠંડાં પાણીની સાથે શેરડીનો રસ, લીંબુ પાણી, આઈક્રીમ, છાશ સહિતના વેચાણમાં ભારેખમ ઊછાળો આવ્યો છે. કંડલા એરપોર્ટથી નજીકના અંતરે આવેલા કંડલા પોર્ટ મથકે પણ મહત્તમ પારો ઊંચકાઈને 40 ડિગ્રીની નજીક પહોંચ્યો હતો, તો જ્યાં ખાનગી રાહે તાપમાન નોંધાય છે, એવા રાપરમાં 44, ખાવડામાં 41, મુંદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -  હજુ પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ  : હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ગરમીનું ઉષ્ણ મોજું જારી રહેવાની આગાહી કરી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મહત્તમ પારો 4 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા દેખાડાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang