• શનિવાર, 27 જુલાઈ, 2024

નક્સલવાદી વિચારનો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભામાં કોંગ્રેસ અને ઝામુમો પર જોરદાર હુમલા સાથે કહ્યું કે, ઉદ્યોગો, ઉદ્યોગપતિઓ અને રોકાણના વિરોધમાં બોલનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભાષા સંપૂર્ણ રીતે નક્સલવાદી ભાષા છે, માઓવાદીની ભાષા છે. કોંગ્રેસ પક્ષ ઉદ્યોગ સ્થાપનારાને દુશ્મન માને છે, પણ જ્યાં કોંગ્રેસની સરકારો છે, ત્યાં આવનારા દિવસોમાં ક્યો ઉદ્યોગપતિ મૂડીરોકાણ કરશે? એવો સવાલ કોંગ્રેસને ર્ક્યો છે. રાહુલ ગાંધી લાંબા સમયથી જે રીતે ઉદ્યોગપતિઓને ખલનાયક સાબિત કરવા અને તેઓને ગરીબ વર્ગોના શત્રુ બતાવવામાં લાગ્યા છે તે ડાબેરી વિચાર નહીં, પરંતુ માઓવાદી જેવા વિચારના પરિચાયક છે. રાહુલ ગાંધી ખાસ કરીને અંબાણી અને અદાણીને નિશાન પર લેતા હોય છે અને મોદી સરકાર ફક્ત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનાં હિતમાં કામ કરે છે એવો પ્રચાર કરી રહ્યા છે. સંભવત: રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે, અંબાણી, અદાણી જેવા ઉદ્યોગપતિઓ તો કોંગ્રેસના શાસન દરમિયાન આગળ આવ્યા છે. આમ છતાં જ્યારે કોંગ્રેસશાસિત રાજ્યો તેઓને રોકાણ માટે આમંત્રિત કરી રહ્યા છે, તેનો સીધો અર્થ છે કે, કોંગ્રેસના નેતાઓ પણ રાહુલ ગાંધીની વાતો સાથે સહમત નથી. કોંગ્રેસ જાણે છે કે, અદાણી સમૂહ કોંગ્રેસશાસિત તેલંગાણામાં રોકાણ કરનાર છે. રાજસ્થાનમાં ગેહલોતની સરકાર વેળા પણ અદાણી સમૂહે રાજસ્થાનમાં ભારે રોકાણની ઘોષણા કરી હતી. જો રાહુલ ગાંધીને ઉદ્યોગપતિઓ પ્રતિ પૂર્વગ્રહ હોય તો તેઓ તેમની સરકારને તેમને ત્યાં રોકાણ કરતી અટકાવતી કેમ નથી ? ગરીબોની ઉત્કર્ષ સહિત આર્થિક બાબતોમાં રાહુલ ગાંધીના જે વિચાર છે તેનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ખાસ કરીને પી. ચિદમ્બરમ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ પણ ક્યારે સમર્થન નહીં કરે. મનમોહન સિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે ખાનગી ક્ષેત્રને મોકળું મેદાન આપ્યું હતું. ડાબેરી આર્થિક નીતિઓ નહોતી અપનાવી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang