• રવિવાર, 16 જૂન, 2024

બાંગ્લાદેશને હરાવીને અમેરિકાનો અપસેટ

ટેકસાસ, તા. 22 : વર્લ્ડ કપની  પહેલા બિનઅનુભવી યૂએસએ ક્રિકેટ ટીમે મોટો ઉલટફેર કરીને ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં આઇસીસીની પૂર્ણ સભ્ય ટીમ બાંગલાદેશને પાંચ વિકેટે હાર આપી સનસનાટી મચાવી છે. બન્ને દેશ વચ્ચેની 3 મેચમાં શ્રેણીમાં જીતથી અમેરિકી ટીમ 1-0થી આગળ થઇ છે. આયરલેન્ડ સામેની 2021ની જીત બાદ અમેરિકી ટીમની કોઇ પૂર્ણ સદસ્ય ટીમ સામે બીજી જીત છે. યૂએસએ અને બાંગલાદેશ વચ્ચે પહેલીવાર ટક્કર થઇ હતી. જેમાં બાંગલા ટીમને હાર આપીને યૂએસએ ટીમે ઇતિહાસ રચ્યો છે. 14 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા યૂએસએ તરફથી હરમીત સિંઘે 13 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી અણનમ 33 રન કર્યાં હતા. તે મેન ઓફ મેચ બન્યો હતો. હરમીત ભારત તરફથી અન્ડર-19 ટીમમાં રમી ચૂક્યો છે. તેના અને કોરી એન્ડરસન વચ્ચે છઠ્ઠી વિકેટમાં 4.4 ઓવરમાં 62 રનની ભાગીદારી થઇ હતી. એન્ડરસન 34 રન કરી અણનમ રહ્યો હતો. સિવાય સ્ટીવન ટેલરે 28 રન કર્યાં હતા. મુસ્તાફિઝુરે 2 વિકેટ લીધી હતી. અમેરિકાએ 19.3 ઓવરમાં વિકેટે 16 રન કરી જીત મેળવી હતી. પહેલા બાંગલાદેશના 20 ઓવરમાં 6 વિકેટે 13 રન થયા હતા. તૌહિન હૃદયે 47 દડામાં 8 રન કર્યાં હતા. મહમદુલ્લાહે 22 દડામાં 31 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી સ્ટીવન ટેલરે 2 વિકેટ લીધી હતી. સૌરભ નેત્રકર, અલી ખાન અને જસદીપ સિંઘે 1-1 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang