ભુજ, તા. 4 : મધ્યપ્રદેશના ઇદવાર જિલ્લાના અપહરણના ગુનામાં નાસતો
આરોપી નીરજકુમાર શંભુલાલ ચૌધરી (રહે. મધ્યપ્રદેશ) અને ભોગ બનનારને શોધવા માટે મધ્યપ્રદેશની
ટીમ પશ્ચિમ કચ્છ આવી પહોંચી હતી.પદ્ધર પોલીસે આરોપીને શોધવા માટે સ્થાનિક સોર્સિસ અને
ઔદ્યોગિક એકમમાં તપાસ કરતાં કુકમાના નવાવાસ ખાતેથી આરોપી નીરજકુમાર અને ભોગ બનનાર મળી
આવ્યા હતા અને બંનેનો કબજો મધ્યપ્રદેશ પોલીસને પદ્ધર પોલીસે સોંપ્યો હતો.