• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કિડાણાનો તડીપાર શખ્સ પરત આવતાં ધરપકડ

ગાંધીધામ, તા. 10 : તાલુકાનાં કિડાણાના શખ્સને એક વર્ષ માટે તડીપાર કરાયો હોવા છતાં પરત આવતાં પોલીસે તેને પકડી પાડયો હતો. કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેનાર અશોકગિરિ સુખગિરિ ગોસ્વામી નામના શખ્સને ગત તા. 2/5/2024ના કચ્છ તથા મોરબી, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી તડીપાર કરી અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. એક વર્ષ માટે તડીપાર કરાયેલો આ શખ્સ આજે સાંજે કિડાણાની જગાદંબા સોસાયટી પાછળ મેદાનમાં નજરે પડતાં પોલીસે તેને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang