ભુજ, તા. 6 : નખત્રાણા તાલુકાના નિરોણાની વાડીમાં ગત તા.
26/10ના ઝેરી દવા ગટગટાવનારા 27 વર્ષીય યુવાન મામદ ભચુ પઠાણનું આજે સારવાર દરમ્યાન
મૃત્યુ થયું છે. આ અંગે નિરોણા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ઓરીરા-નિરોણા રહેતા
મામદ પઠાણે ગત તા. 26/10ના અડધી રાતે નિરોણાની વાડીમાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા
પી લીધી હતી. આ બાદ મામદને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ
સારવાર કારગત ન નીવડતાં આજે તેણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. નિરોણા પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.