ગાંધીધામ, તા. 27 : રાપરની સીમમાં આવેલી વાડીમાં
બાંધેલી રૂા. 2,10,000ની ચાર ભેંસની નિશાચરોએ ચોરી
કરી હતી. રામવાવમાં રમેશ પચાણ ચાવડાની વાડીએ મૂળ રાણાવાડી-સમીના રાયધણજી બાવાજી ઠાકોર
અને તેમનો પરિવાર રહે છે. ભાગે વાડી કરનાર આ પરિવાર પોતાની સાથે બે પાડી અને બે ભેંસ
સાથે લાવ્યું હતું. ગત તા. 23/2ના રાત્રિના
અરસામાં ચારેય ભેંસ બાંધેલી હતી, જ્યારે
તા. 24/2ના સવારે ભેંસ દોટવા જતાં ચારેય
ગુમ હતી. નિશાચરોએ રૂા. 2,10,000ની
આ ચાર ભેંસની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.