હુબલી તા.27 : રણજી ટ્રોફી
ઇતિહાસમાં જમ્મુ-કાશ્મીર ટીમને પહેલીવાર ચેમ્પિયન બનવું નિશ્ચિત બન્યું છે. કર્ણાટક
સામેના ફાઇનલમાં જમ્મુ-કાશ્મીર ટીમ વર્ચસ્વ સાથે આગેકૂચ કરી રહી છે. મેચના આજે ચોથા
દિવસના અંતે જમ્મુ-કાશ્મીર ટીમ 477 રને આગળ થઇ
છે. ફાઇનલ મેચનો એક દિવસ જ બચ્યો છે. આથી મેચ ડ્રો તરફ આગળ વધી રહી છે. પહેલા દાવની
સરસાઇને લીધે જમ્મુ-કાશ્મીર ટીમ કર્ણાટક સામે વિજેતા બનશે અને પહેલીવાર રણજી ટ્રોફી
કબજે કરી લેશે તેવી સ્થિતિ છે. આજે ચોથા દિવસની રમતના અંતે જેએન્ડકે ટીમના બીજા દાવમાં
4 વિકેટે 186 રન થયા હતા. પહેલા દાવમાં તેને 301 રનની ધીંગી સરસાઇ મળી હતી.
આથી તે 477 રને આગળ થયું છે. ઓમાર ઇકબાલ
94 રને નોટઆઉટ રહયો હતો. અબ્દુલ
સમદ 32 રને આઉટ થયો હતો. કર્ણાટક તરફથી
પ્રસિધ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી
હતી. આ પહેલા આજે કર્ણાટકનો પહેલો દાવ 293 રને સમાપ્ત થયો હતો.
જેમાં મંયક અગ્રવાલના 160 રન મુખ્ય
હતા. તેણે 266 દડાની ઇનિંગ દરમિયાન 21 ચોક્કા ફટકાર્યાં હતા. જમ્મુ-કાશ્મીર
તરફથી આકિબ નબીએ ફરી એકવાર શાનદાર દેખાવ કરીને પ વિકેટ ઝડપી હતી.