• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

રતનાલ નજીક ટ્રેઈલરે હડફેટમાં લેતાં વૃદ્ધનું મોત

ગાંધીધામ, તા. 27 : અંજારના રતનાલ નજીક કારને સામેથી આવતાં ટ્રેઈલરે હડફેટમાં લેતાં રતનાલ ગામના રૂપાભાઈ ગોપાલ છાંગા (આહીર)(ઉ.વ. 64)ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું. રતનાલ ગામમાં રહેતા રૂપાભાઈ છાંગા નામના વૃદ્ધ ગાડી નંબર જીજે-12-ડીએમ-8684 લઈને ગઈકાલે અંજાર બાજુ જઈ રહ્યા હતા તે એસઆરકે કોલેજના બસસ્ટેન્ડથી થોડે આગળ પહોંચ્યા હતા ત્યારે સામેથી ધસમસતાં આવતાં ટ્રેઈલર નંબર જીજે-એયુ-8196એ વૃદ્ધની કારને હડફેટમાં લીધી હતી જેમાં રતનાલ ગામના સામાજિક અગ્રણી એવા વૃદ્ધને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રેઈલરચાલક સામે ત્રિકમ મેઘજી ગોપાલ છાંગા (આહીર)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Panchang

dd