• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ખંડણી માગવાના કેસમાં નાડાપાના આરોપીની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 27 : ખંડણી માંગવાના કેસમાં નાડાપા ગામના આરોપી ઓસમાણ હુસેન લુહારે કરેલી જામીન અરજી ચીફ જ્યુડિશિયલ કોર્ટે ફગાવી હતી. આરોપી ઓસમાણ લુહાર પર ફરિયાદી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી ખંડણી ઉઘરાવવાનો કારસો રચ્યો હોવાના આરોપ ઘડાયો હતો. આ કેસમાં આાઁરીપએ જામીન મેળવવા અરજી કરી હતી. અદાલતે આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા તથા મોડસઓપરેન્ડી તેમજ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અરજી નકારી હતી. આ કેસમાં મૂળ ફરિયાદી વતી ધારાશાત્રી દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવીની સાથે અશોક આર. માતા હાજર રહ્યા હતા. 

Panchang

dd