નલિયા (તા. અબડાસા), તા. 27 : અબડાસા તાલુકાના
ભવાનીપર અને બિટ્ટા વચ્ચે શુક્રવારે મોડી સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે રસ્તા પર જઈ
રહેલા ઊંટને જોરદાર ટક્કર મારતાં આ પશુ કાર સાથે 500 મીટર સુધી ઢસડાયું હતું, જેના કારણે ગંભીર ઈજા પામેલા ઊંટનું ઘટનાસ્થળે
જ મોત નીપજ્યું હતું. કારની ગતિ એટલી પ્રચંડ
હતી કે, ઊંટને હડફેટે લીધા બાદ કાર પણ રોડની સાઈડમાં આવેલા બાવળોમાં
500 મીટર સુધી પલટીઓ મારી ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર બે શખ્સને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ખસેડાયા
હતા. ઝડપ વધુ હોવાથી ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી હોવાનું
ઘટનાસ્થળે ઉપસ્થિ થયેલા લોકોએ જણાવ્યું હતું.