• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

આદિપુરના જીઆઇડીસી વિસ્તારમાં 120 દબાણ દૂર કરીને 12 કરોડની જમીન ખુલી કરાવી

ગાંધીધામ, તા. 27 : આદિપુરના જીઆઇડીસી વિસ્તારમાં લીલાસા ફાટકથી ઓમ મંદિર તરફ જતા માર્ગ ઉપરના 120 થી વધુ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી શરૂ કરેલી કાર્યવાહી સાંજ સુધી ચાલી હતી. અહીં અંદાજિત 12 કરોડની 5000 ચોરસ મીટર ના બે પ્લોટ તથા રોડવિથ માં જે 20,000 ચોરસ મીટર માર્જિનમાં અનઅધિકૃત રીતે થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે અહીં એક્સપ્રેસ પીવાના પાણીની લાઈન તેમજ 80 ફૂટના માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ તેમજ સંજય રામાનુજ ની અધ્યક્ષતામાં ડો.દિનેશ સુતરિયા,દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, એન્જાનિયર બુચ, દિનેશ પુજારા,શ્રી જેઠવાણી,લક્ષ્મણ બુચિયા, ઉપરાંત જીડીએ એસઆરસી સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ જેસીબી સહિતની મશીનરી સાથે સવારે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લીલાશા ફાટક થી આગળ થી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શનનો કાપવામાં આવ્યા હતા અને ત્યાર પછી જેસીબી દ્વારા ધડાધડ દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું. રહેણાંક મકાન ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ પ્લોટના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જે જે અતિક્રમણ નડતરરૂપ હતા તે તમામને દૂર કરવામાં આવ્યા છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી ને સાંજ સુધીમાં લગભગ 120 દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા માર્ગ તેમજ પ્લોટ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાએ તેની હદના દબાણ દૂર કર્યા છે જ્યારે રેલવેની હદના દબાણો ઉપર કોઈ કાર્યવાહી કરી નથી. અહીં એક્સપ્રેસ લાઈન  અને રોડ ઉપર દબાણ હતા તેની ઉપર કાર્યવાહી કરીને 80 ફૂટ નો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે આ દબાણોના મામલે છેલ્લા ઘણા દિવસથી રજુઆતો થતી હતી. ઓસ્લોં  સર્કલથી મહાનગરપાલિકા કચેરી સુધી લોકોએ રેલી કાઢીને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી આવેદનપત્ર આપ્યું હતું ને તેમાં વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે કહ્યું હતું પરંતુ આ સંકુલમાં મહાનગરપાલિકા પાસે એવી કોઈ જમીન નથી અને રોડ તથા પાણીની લાઈન ઉપર જે દબાણો છે તેને દૂર કરવાથી આવશ્યક હોવાથી અહીં દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તેવું વહીવટી તંત્ર કહી રહ્યું છે. વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં શાંતિપૂર્ણ 120 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે વહીવટી તંત્રએ સુરક્ષા માટે એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટર પણ સ્થળ ઉપર હાજર રાખ્યા હતા. તમામ વ્યવસ્થાઓ સાથે જ વહીવટી તંત્ર દબાણ ઉપર કાર્યવાહી કરવા પહોંચ્યું હતું. અહીં વિશાળ જગ્યા ખાલી થઈ છે. 12 કરોડની કિંમતની 5000 ચોરસ મીટર ના બે પ્લોટ તેમજ 20,000 ચોરસ મીટર માર્જિનમાં જે ગેરકાયદે બાંધકામો થયા હતા તેને દૂર કરવામાં આવ્યા છે. 

Panchang

dd