• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

આર્થિક મોરચે એક તરફ રાહત ને બીજી તરફ આફત

ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની રફતાર 7.8 ટકા : નવી દિલ્હી, તા. 27 : અર્થવ્યવસ્થાના મુદ્દે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડા અનુમાન કરતા સારા રહ્યા છે. 2011-12ના બેઝ વર્ષને બદલે હવે 2022-23ના બેઝ વર્ષ મુજબની નવી ગણતરી મુજબ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા ઓક્ટોબર-ડિસેમ્બરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. આ આંકડો બતાવે છે કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. જીડીપીમાં  શાનદાર તેજી પાછળ વિનિર્માણ, સેવા અને રોકાણ ગતિવિધીમાં સુધારાને પ્રમુખ કારક માનવામાં આવે છે. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારે નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 8.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નોમિનલ જીડીપીમાં મોંઘવારીની અસર પણ સામેલ હોય છે. આ માટે આ આંકડો સરકારની મહેસૂલની સ્થિતિ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આ પહેલા બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.6 ટકા નોંધાયો હતો જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાનો જીડીપી વૃદ્ધિ દર રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં  6.8 ટકા વિકાસ દર  રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું જ્યારે સરકારના આર્થિક વિભાગે 7 ટકા આસપાસના વિકાસનું અનુમાન રાખ્યું હતું. ત્રીજા ત્રિમાસીક ગાળાનું જીડીપી પરિણામ નાણાકીય વર્ષ 2022-23ને આધાર વર્ષ માનીને તૈયાર કરવામાં આવ્યું છે. - શુક્ર નહીં  હૈ... શેરબજારમાં કડાકો : સાડા પાંચ લાખ કરોડ સાફ : મુંબઈ, તા. 27 : ઈરાન-અમેરિકાની વધતી જતી તંગદિલી સહિતના ભૂરાજકીય સંઘર્ષના કારણે બજારમાં ઘાસણી જોવા મળી હતી. સેન્સેક્ષ 961.42 પોઇન્ટ્સ (1.17 ટકા) ઘટીને 81,287.19 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 317.90 પોઇન્ટ્સ (1.25 ટકા) ઘટીને 25,178.65 પોઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. ઈરાન-અમેરિકાના ન્યુક્લિયર કરારની વાતચીત આગળ નહીં વધી રહી હોવાના અહેવાલની બજાર ઉપર નકારાત્મક અસર જોવા મળી હતી. રોકાણકારોની સાડા પાંચ લાખ કરોડની મૂડી ધોવાઇ ગઇ હતી. સેન્સેક્ષમાં સન ફાર્મા, ભારતી એરટેલ,       બજાજ ફિનસર્વ, ઇન્ટરગ્લોબ  એવિયેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સૌથી વધુ ઘટયા હતા જ્યારે એચસીએલ ટેક, ટ્રેન્ટ, ઇન્ફોસીસ અને ઇટર્નલ વધ્યા હતા. નિફ્ટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ અને મેક્ષ હેલ્થકેર ઇન્સ્ટિટયૂટ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે ઇટર્નલ અને ઇન્ફોસીસ વધ્યા હતા. 

Panchang

dd