હોબાર્ટ, તા.27 : વિશ્વ વિજેતા ભારતીય મહિલા
ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામેની દ્રિપક્ષી વન ડે શ્રેણી હારવાનો ક્રમ યથાવત રહ્યો
છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય મહિલા ટીમે સતત 12મી વન ડે શ્રેણી ગુમાવી છે. આજે રમાયેલી બીજી મેચમાં ભારત સામે
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 83 દડા બાકી
રહેતા પ વિકેટે સરળ વિજય થયો હતો. 2પ2 રનનો વિજય
લક્ષ્યાંક એલિસા હિલીની ટીમે 36.1 ઓવરમાં હાંસલ
કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પ્લેયર ઓફ ધ મેન બનેલ જોર્જિયા વોલે 82 દડામાં 13 ચોગ્ગા-1 છગ્ગાથી 101 રનની ઇનિંગ રમી હતી જ્યારે
ફિબી લિંચફિલ્ડે 62 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગાથી 80 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે
બીજી વિકેટમાં 119 રનની ભાગીદારી થઇ હતી. બેન
મૂનીએ 31 રન કર્યાં હતા. કપ્તાન એલિસા
હિલી 6 રને આઉટ થઇ હતી. ભારત તરફથી કાશવી ગૌતમ
અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી
હતી. અગાઉ ભારતીય મહિલા ટીમે ઓપનર પ્રતિકા રાવલના 81 દડામાં 6 ચોગ્ગાથી
પ2 અને કપ્તાન હરમનપ્રિત કૌરના 70 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી પ4 રનની મદદથી
9 વિકેટે 2પ1 રન કર્યાં
હતા. સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ 31 રનનું યોગદાન
આપ્યું હતું. રીચા ઘોષે 22 અને કાશવી
ગૌતમે 2પ રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લી
ગાર્ડનર, અનાબેલ સદરલેન્ડ અને એલેના કિંગને 2-2 વિકેટ મળી હતી.