ભુજ, તા. 27 : નડિયાદમાં ખેલ મહાકુંભ અંતર્ગત
રાજ્ય કક્ષાની 3000 મીટરની રનિંગ ઇવેન્ટ યોજાઇ
હતી. સૂર્યા વરસાણી એકેડેમીમાં અભ્યાસ કરતા નૈતિક ગોહિલે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં
આ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નૈતિકએ અગાઉ પણ રાજ્ય તથા રાષ્ટ્રસ્તરે સુંદર
પ્રદર્શન કર્યું હતું. શાળાના ચેરમેન વિજય પટેલ, ટ્રસ્ટી ધનજી
પટેલ, પ્રો. પી. એસ. હીરાણી, પ્રિન્સિપાલ
વિનિતા રાજપૂતે નૈતિકની સફળતાને વખાણી હતી. શાળાના સ્પોર્ટસ ડાયરેક્ટર ડો. મુકેશ કુમારનું
માર્ગદર્શન મળ્યું હતું.