• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

સામખિયાળીમાં હોટેલ તપાસ દરમ્યાન પોલીસને મળ્યો તમંચો

ગાંધીધામ, તા. 27 : સામખિયાળીમાં હોટેલોની તપાસમાં નીકળેલી પોલીસને દેશી તમંચો મળ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક શખ્સની અટક કરવામાં આવી હતી. સામખિયાળીની સ્થાનિક પોલીસ ગઈકાલે રાત્રે હોટેલોની તપાસમાં નીકળી હતી. દરમ્યાન વિરાત્રા હોટેલ પર તપાસ કરવા જતા ત્યાં હોટલના કમ્પાઉન્ડમાં બેઠેલો એક શખ્સ નાસવા જતાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. મૂળ રાજસ્થાન હાલમાં યુ.પી. બિહાર હોટેલ સૂરજબારી ટોલ નાકાની બાજુમાં રહેનાર તેજપાલસિંહ ગોવિંદસિંહ રાવત નામના શખ્સ પાસેથી રૂા. 2000નો દેશી તમંચો બે દિવસ પહેલાં સૂરજબારી ટોલ નાકા  નજીક રોડની બાજુમાંથી મળી આવ્યો હતો અને તેણે પોતાની પાસે રાખી લીધો હતો. ખરેખર તેને તમંચો ક્યાંથી મળ્યો હતો, કોણ આપી ગયું હતું તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd