ભુજ, તા. 27 : લખપત તાલુકાના દયાપર ગામમાં
અંગ્રેજી પ્રકારના દારૂ કિં. રૂા. 8,600 સાથે એક આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટયો હતો. પકડાયેલા
આરોપી પાસેથી કુલ રૂા. 68,600નો મુદ્દામાલ
કબજે કરાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં દયાપરમાં આવેલી ભાગ્યશ્રી હોટેલના
પાછળના ભાગે ખુલ્લામાં બાવળોની ઝાડીઓમાં દારૂની પાંચ બોટલ તથા બિયરના 10 ટીન સાથે આરોપી દાનસંગજી ઉર્ફે
દાનુભા અગરાજી જાડેજાને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસેથી ત્રણ મોબાઈલ કિં. રૂા.
30,000 તથા એક ટુ વ્હીલર કિં. રૂા.
30,000 મળી કુલ રૂા. 68,600નો મુદ્દામાલ કબજે કરાયો હતો, જ્યારે નાસી છૂટેલા આરોપી જયરાજસિંહ ખેતુભા
સોઢાને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.