મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા.27 : નખત્રાણાની
મુખ્ય બજારમાં આવેલી નગરપાલિકાની હેલ્પ લાઇન ઓફિસ પાસે ઇન્ટરલોક પાથરી રસ્તાકામ પૂર્ણ
કરવા માંગ કરાઇ હતી. નખત્રાણા વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઇ કંસારાએ આ માર્ગ પાસે
રસ્તાકામ કરાયા બાદ ઇન્ટરલોક પાથરવાનું કાર્ય અધૂરું છોડાયું હોવાથી અકસ્માતની ભીતિ
વ્યક્ત કરી હતી. રસ્તામાં ખાડાને કારણે બજારમાં આવતા ગ્રાહકો તથા દ્વિચક્રી વાહન ચાલકોને
પડતી મુશ્કેલી અંગે ફરિયાદ કરી હતી. આ રસ્તા પર સતત અવર-જવરને કારણે રસ્તાની સ્થિતિ
વધુ બગડે તે પૂર્વે યોગ્ય કરી તેના પર ઇન્ટરલોક
પાથરવા શ્રી કંસારાએ માંગ કરી હતી. નગરપાલિકા આ સમસ્યાને ધ્યાને લઇ તાત્કાલિક
ઘટતું કરે તેવી આશા વ્યક્ત કરી હતી.