ગાંધીધામ, તા. 21 : તડીપારના હુકમનો ભંગ કરવા બદલ લોકલ ક્રાઇમ
બ્રાન્ચની ટીમે મીઠીરોહરથી એક શખ્સને પકડી પાડ્યો હતો. આરોપી સિકંદર ઉર્ફે સિકલો અબ્દુલભાઈ
ધોનાની હદપારની દરખાસ્ત મંજૂર કરાઇ હતી અને કચ્છ તેમજ મોરબી, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લાઓની
હદમાંથી તડીપાર કરાયો હતો, તેમ છતાં હદપારના હુકમનું ઉલ્લંઘન કરી કચ્છ જિલ્લાનાં મીઠીરોહર
ગામમાં આ ઈસમ હાજર હોવાની બાતમી મળી હતી, જેથી આરોપીને પકડી પાડ્યો હતો, ત્યારબાદ હદપારી
ભંગનો ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી. ડિવિઝન પોલીસને સોંપવામાં
આવ્યો હતો. આ કામગીરીમાં પૂર્વ કચ્છ લોકલ કાઈમ બ્રાન્ચના પી. આઇ. એન.એન. ચૂડાસમા, પી.એસ.આઇ.
એમ.વી. જાડેજા તથા કર્મચારીઓ જોડાયા હતા.