• મંગળવાર, 25 જૂન, 2024

કંડલામાં નોકરી બાબતે યુવાન પર ધોકાથી હુમલો

ગાંધીધામ, તા. 21 : કંડલામાં નોકરીમાં ચંચુપાત કરવા મુદ્દે ત્રણ શખ્સે યુવાનને માર મારતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. કંડલાના સર્વા લેબર કેમ્પ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર આમિન ઈસ્માઈલ ભટ્ટી (મુસ્લિમ) બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 18/5ના રાત્રિના ભાગે ફરિયાદી બાઈક લઈને જઈ રહ્યો હતો, દરમ્યાન  થર્મલ સ્કૂલ પાસે કબરા ઉર્ફે મમુ હુશેન જિંગિયા, એઝાઝ આમદ છેર, અકરમ સિધિક બુટા ઊભા હતા. શખ્સોએ ફરિયાદીને રોકાવી કબરાએ તું કંડલા પોર્ટમાં વે-બ્રિજ પર હતો ત્યારે નોકરી બાબતે કોન્ટ્રાકટર પાસે ચંચુપાત કરતો હતો તેમ કહી ઉશ્કેરાઈ જઈ ધોકા વડે યુવાન પર હુમલો કર્યો હતો. મારા મારીના બનાવમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang