• ગુરુવાર, 16 મે, 2024

ભુજના સગીરા દુષ્કર્મ મામલામાં આરોપીને જામીન આપતો આદેશ

ભુજ, તા. 1 : અત્રેના શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા સગીર વયની કન્યાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મના પોક્સો ધારા સાથેના કેસમાં આરોપી મૂળ અમદાવાદના અને હાલે ભુજ રહેતા સમીર હમીદ પઠાણને જામીનમુક્તિ આપતો આદેશ કરાયો હતો. પ્રકરણની તપાસ પૂર્ણ થયા બાદ અને ચાર્જશીટ રજૂ થયા પછી આરોપી માટે જામીનની અરજી મુકાઇ હતી, જેની સુનાવણી ભુજ અધિક સેશન્સ કોર્ટ સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી રૂા. 25 હજારના નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો. કેસમાં આરોપીના વકીલ તરીકે કે.પી. ગઢવી, ભાવિકા ભાનુશાલી અને પ્રિયા આહીર રહ્યા હતા. - કેરા જમીન કેસમાં દાવો રદ્દ : ભુજ તાલુકાના કેરા ગામે આવેલી જમીન બાબતે દાખલ કરવામાં આવેલા દાવાને અત્રેના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની અદાલતે રદ્દ કરીને પ્રતિવાદી રમેશ હરજી વરસાણી તરફે ચુકાદો આપ્યો હતો. કેસના પ્રતિવાદીની તરફેણમાં કરી અપાયેલા દસ્તાવેજને રદ્દ કરવા સાથેની માગણીવાળો દાવો કેશરા લાલજી લાખાણીના વારસદારો દ્વારા કરાયો હતો, જેને રદ્દ કરાયો હતો. પ્રતિવાદી રમેશ વરસાણીના વકીલ તરીકે અત્રેના વરિષ્ઠ ધારાશાત્રી જે.આર. મહેતા અને .બી. પવાણી સાથે  યશ જગદીશચંદ્ર મહેતા અને દર્શન રમેશભાઇ કંસારા રહ્યા હતા.  - યથાવત્ સ્થિતિનો હુકમ : લખપત તાલુકાના જુણાચાય ગામના તાલબ સીધીક સોતાની માલિકીની જમીન અજ્ઞાનતાના કારણે રેવન્યૂ દફ્તર ઉપર ચડવાની સ્થિતિ વચ્ચે શ્રીસરકાર થવાના મામલામાં નાયબ કલેક્ટરની અદાલતે યથાવત્ સ્થિતિનો હુકમ તાલબ સોતાની તરફે કર્યો હતો, તેમના વકીલ તરીકે કેસમાં ચંદ્રેશ જે. ગોહિલ રહ્યા હતા.  - હુકમ કાયમ રાખતો આદેશ  : સાંથણીમાં મળેલી જમીન વિશેના વિવાદમાં કરાયેલા દાવાના અંજાર તાલુકાના કોટડા ગામના કિસ્સામાં નીચેની અદાલતે આપેલા આદેશને અધિક જિલ્લા કોર્ટે કાયમ રાખતો હુકમ કર્યો હતો અને પ્રતિવાદી શામળિયા વીસાભાઇ મેસૂર અને તેમના પરિવારો તરફે આદેશ કર્યો હતો. કેસમાં તેમના વકીલ તરીકે અંજારના રોનિક જયસિંહભાઇ ઠક્કર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang