• બુધવાર, 15 મે, 2024

43 દિવસમાં આચારસંહિતા ભંગની 575 ફરિયાદ

ભુજ, તા. 28 : અનુસૂચિત જાતિ માટે આનમત એવી કચ્છ લોકસભા બેકઠની સામાન્ય ચૂંટણી 7મી મેના યોજાવાની છે. 16 માર્ચના ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થયા બાદ અત્યાર સુધીના 43 દિવસના ગાળામાં જિલ્લામાં આચારસંહિતા ભંગની 7 ફરિયાદ મળી છે. પૈકીની મોટાભાગની ફરિયાદનો નિયત સમયમર્યાદામાં નિકાલ કરી દેવાનો દાવો કરાયો છે. અલગ અલગ માધ્યમથી લોકો આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણીપંચ દ્વારા ગોઠવાઈ છે. અત્યાર સુધી જિલ્લામાં સાથી વધુ રાવ હેલ્પલાઈન નંબર અને વેબ પોર્ટલનાં માધ્યમથી મળી છે. જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી વિગતો પર નજર કરીએ તો પંચ દ્વારા આચારસંહિતા ભંગ સંદર્ભે લોકો સી-વિજિલ એપ, સિટીઝન વિજિલન્સ ટોલ ફ્રી નંબર, 190 હેલ્પલાઈન નંબર, એનજીએસપી એટલે કે નેશનલ ગ્રીવન્સ પોર્ટલના માધ્યમથી ફરિયાદ કરી શકે છે. તંત્રના દાવા અનુસાર અલગ અલગ માધ્યમથી જે કંઈ પણ ફરિયાદ મળે તેનું 100 મિનિટમાં નિવારણ લવાય છે.  ચૂંટણી જાહેર થયાના 43 દિવસ એટલે કે દોઢ મહિનાના ગાળામાં સૌથી વધુ 243 ફરિયાદ 190 હેલ્પલાઈન નંબર પરથી મળી છે, જ્યારે નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પરથી 229, તો સી-વિજિલ  એપ પરથી 93, તો સિટીઝન વિજિલન્સ ટોલ ફ્રી નંબર 1800 2332389  પર 10 ફરિયાદ મળી છે. નોંધનીય છે કે સી -વિજિલ મોબાઈલ એપ પરથી કોઈપણ નાગરિક ફોટો, વીડિયો અને ઓડિયો સહિતનાં સ્વરૂપના માધ્યમથી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. એપ્લિકેશન મારફત ફરિયાદ કરનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. સી-વિજિલ એપ મારફત મળેલી 93 પૈકીની 68 ફરિયાદને ફલાઈંગ સ્કવોર્ડ ટીમને મોકલવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang