• બુધવાર, 15 મે, 2024

મીઠીરોહર : પાર્ક કરાયેલાં વાહનોમાંથી 2.88 લાખની ચોરી

ગાંધીધામ, તા. 28 : તાલુકાના મીઠીરોહરની સીમમાં પાર્કિંગ વિસ્તારમાં ઊભેલા બે ટ્રેઇલરમાંથી રૂા. 2,88,000ના આઠ પૈડાં, ડિશની નિશાચરોએ તસ્કરી કરી હતી. શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી ઇન્દ્રજિતસિંહ જોરુભા જાડેજા મીઠીરોહરની સીમમાં પ્રત્યક્ષ રાજ લોજિસ્ટિક એલ.એલ.પી. નામની ટ્રાન્સપોર્ટની પેઢી ચલાવે છે. ફરિયાદીનાં વાહનો બાજુમાં આવેલા ગઢવી પાર્કિંગમાં પાર્ક કરવામાં આવે છે. ખુલ્લા પાર્કિંગમાં ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.વાય. 0669 તથા જી.જે. 12-બી.ડબલ્યુ. 9449વાળા પાર્ક કરવામાં આવ્યા હતા. બંને વાહનોમાંથી નિશાચરોએ આઠ પૈડાં અને આઠ ડિશ એમ કુલ રૂા. 2,88,000ની મતાની ચોરી કરી હતી. ગત તા. 21/4થી 22/4ની રાત્રિ દરમ્યાન બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang