• બુધવાર, 01 મે, 2024

નારાણપરનો શખ્સ એક કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ભુજ, તા. 17 : ગઇકાલે ટુ-વ્હીલરથી ભારાપરથી પોતાના ગામ નારાણપર આવી રહેલા શખ્સને બાતમીના આધારે માનકૂવા પોલીસે માદક પદાર્થ ગાંજો 987 ગ્રામ સાથે ઝડપી પાડયો હતો. માલ તેણે લુણીની મહિલા પાસેથી લીધાનું કહ્યું હતું. અંગે માનકૂવાના પી.આઇ.? ડી.એન. વસાવા ફરિયાદી બની નોંધેલી ફરિયાદ મુજબ માનકૂવા પોલીસના સર્વેલન્સ સ્ટાફના .એસ.આઇ. પંકજકુમાર કુશવાહાને મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખી દરોડો પાડયો હતો, જેમાં નારાણપર ગામના બસ સ્ટેશનથી ભારાપર જતા રસ્તે બાતમીવાળી ટુ-વ્હીલર જ્યુપિટર નં. જી.જે. 12 ડી.પી. 7237 દેખાતાં તેને ઊભી રખાવી ડીકી ખોલાવતાં તેમાંથી 987 ગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિં. રૂા. 9,870 મળી આવ્યો હતો. બાદ માનકૂવા પોલીસે માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા આરોપી હિરેન જયંતીલાલ રાજગોર (રહે. નારાણપર-રાવરી)ની અંગઝડતી લેતાં તેની પાસેથી ગાંજા ઉપરાંત એક મોબાઇલ કિં. રૂા. 3000 અને રોકડા રૂા. 610 તથા જ્યુપિટર કિં. રૂા. 30,000 એમ કુલે રૂા. 43,480નો મુદ્દામાલ કબજે લઇ?આરોપી હિરેનની માલ ક્યાંથી લઇ આવ્યો હતો તે અંગે પૂછતાછ કરતાં માદક પદાર્થ ગઇકાલે મુંદરા તાલુકાના લુણીથી એક મહિલા પાસેથી લઇ આવ્યો હતો, જેના મોબાઇલ નંબર પોલીસને આપ્યા હતા. મહિલાનાં નામ અંગે પોતે અજાણ?હોવાનું અને જોયેથી ઓળખી?શકે તેમ હિરેને માનકૂવા પોલીસને જણાવ્યું હતું. દરમ્યાન, મહિલા અંગે પી.આઇ. શ્રી વસાવાએ તપાસ કરતાં 50 વર્ષીય એમણાબાઇ હાજી આમદ રેલિયા વાઘેર (રહે. લુણી તાલુકો મુંદરા) ખૂલ્યું હતું. કામગીરીમાં પી.આઇ. શ્રી વસાવાના માર્ગદર્શન હેઠળ .એસ.આઇ. પંકજકુમાર, જિજ્ઞેશભાઇ અસારી, યુ.એચ.સી. જયપાલસિંહ જાડેજા, મયૂરસિંહ ઝાલા, મહેશભાઇ વાળા, અશોકભાઇ ડાભી, વીરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રાઇવર-હે.કો. આશિષ કરમટા જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang