• બુધવાર, 01 મે, 2024

બોલાડીના શખ્સને દેશી બંદૂક સાથે એલસીબીએ ઝડપ્યો

ભુજ, તા. 17 : વરનોરાથી ઝીંકડી તરફ જતા રસ્તે બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળેલા બોલાડીના શખ્સને દેશી બંદૂક સાથે એલસીબીએ ઝડપી પાડયો હતો.આજે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, વરનોરાથી ઝીંકડી તરફના માર્ગે શંકાસ્પદ શખ્સ છે. બાતમીના આધારે ત્યાંથી અબ્દુલ સુલેમાન મંધરિયા (રહે. બોલાડી) નામનો શખ્સ હાથ બનાવટની દેશી બંદૂક કિં. રૂા. 1000 સાથે મળી આવતાં બંદૂક રાખવા અંગે પાસ-પરમીટ માગતા તેની પાસે હોવાનું જણાવતાં માધાપર પોલીસ મથકે આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે માધાપર પોલીસને સોંપાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang