• બુધવાર, 01 મે, 2024

ભચાઉ કોર્ટે બળાત્કારના કેસમાં ત્રણ આરોપીને નિર્દોષ ઠરાવ્યા

ગાંધીધામ, તા. 17 : બળાત્કારના કેસમાં ભચાઉ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ છોડી મૂકવા આદેશ આપ્યો હતો. સામખિયાળી પોલીસ મથક આરોપી અબ્દુલ ઉર્ફે છોટીયો રસુલભાઈ કટીયા, રસુલ અલીભાઈ કટીયા અને રહીમાબેન ઉર્ફે રેમુબેન રસુલભાઈ કટીયા વિરુધ્ધ બળાત્કાર, અપહરણ  સહિતની ભારતીય દંડ સંહિતાની કલમો તળે ગુનો નોંધાયો હતો. કેસ  અંજાર સેશન્સ કોર્ટથી ભચાઉ સેશન્સ કોર્ટમાં તબદીલ થયો હતો. ભચાઉ સેશન્સ કોર્ટે રજૂ થયેલા મૌખિક અને લેખિત પુરાવા તથા  દલીલોને ધ્યાને રાખીને  ત્રણેય આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. ઉપરાંત કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના મામલે અંજાર પોલીસ મથકે આરોપી વનરાજ ઉર્ફે દિનેશભાઈ પ્રતાપરામ મેવાલ (મારવાડી)  વિરુધ્ધ ગુનો દર્જ થયો હતો. કેસ અંજારની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. અદાલતે આરોપીને  નિર્દોષ ઠરાવ્યો હતો. આરોપીના બચાવ પક્ષે ધારાશાત્રી ગુલામશા શેખ, મમતા ગેડીયા, રાહુલ રાઠોડ અનીલ દાસા, યાકુબહુસેન શેખ, નરેન્દ્રસિંહ જાડેજા રહયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang