• સોમવાર, 22 જુલાઈ, 2024

પ્રાગપર ચોકડી પાસેથી શંકાસ્પદ વાયર સાથે બે શખ્સ પકડાયા

ભુજ, તા. 12 : ગઇકાલે મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ વાયરના જથ્થા સાથે બે શખ્સને પ્રાગપર પોલીસે ઝડપી લીધા હતા. અંગે પ્રાગપર પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ પોલીસ પેટ્રાલિંગ દરમ્યાન પ્રાગપર ચોકડી પાસે એક મોટરસાઇકલ ચાલકને ઊભો રખાવી તપાસતાં પ્લાસ્ટિકના કોથળામાં તાંબાના વાયરનો જથ્થો 20 કિલો રૂા. 7000 મળ્યો હતો, જેના આધાર-પુરાવા માગતા આપી શક્યો નહોતો. આથી ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ વાયર અને મોટરસાઇકલ એમ કુલે રૂા. 32,000ના મુદ્દામાલ  સાથે આરોપી જીવરાજ ઉર્ફે જીવો કરશન બારોટ (ગઢવી) (રહે. ઝરપરા) અને કરશન રામ શેડા (ગઢવી) (રહે. નાની ભુજપુર)ની અટક કરી પ્રાગપર પોલીસે આગળની કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang